Kutch news: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત અબડાસા તાલુકાના તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ
સ્વચ્છતા હી સેવા
Kutch news: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત અબડાસા તાલુકાના તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ
ભુજ: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી નલીયા ખાતે અબડાસા તાલુકાના તલાટી અને સરપંચની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્યકક્ષાએ ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય, સુચારુ અને કાયમી નિકાલ કરવા અંગેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. લોકો સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને વ્યવહારુ જીવનમાં કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં સ્વૈચ્છિક રીતે કટિબદ્ધ બને તે માટે કર્મચારીઓને તાલીમથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અમદાવાદના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.એન.ચૌધરી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના એમ.આઈ.એસ. કન્સલ્ટન્ટશ્રી મુકુંદ શ્રીમાળી, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તાલુકા બ્લોક કો.ઓર્ડીનેટર, ક્લસ્ટર કો.ઓર્ડીનેટર તેમજ તાલુકાની તમામ પંચાયતોના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment