Kutch news: કચ્છ યુનિવર્સીટી ખાતે પોષણમાહ-૨૦૨૪ અંતર્ગત સક્ષમ સપ્તાહની ઉજવણી કરાઇ

 Kutch news: કચ્છ યુનિવર્સીટી ખાતે પોષણમાહ-૨૦૨૪ અંતર્ગત સક્ષમ સપ્તાહની ઉજવણી કરાઇ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે પ્રજાપતિ દ્વારા કર્મયોગીઓને 

નિષ્ઠાથી કામગીરી કરવા કરાયો અનુરોધ

૦૦૦૦

૨૦૪૭માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં આંગણવાડી સૌથી મહત્વનું પાસુ

૦૦૦૦


ભુજ, સોમવાર 

પોષણમાહ – ૨૦૨૪ની પૂર્ણાહુતી અંતર્ગત જિલ્લાકક્ષાનો - સક્ષમ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ તાજતેરમાં શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભુજ ખાતે યોજાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ તથા કુલપતિશ્રી મોહનભાઈ પટેલ, રજિસ્ટારશ્રી, અધ્યક્ષશ્રી સમાજ કાર્ય વિભાગ તેમજ જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આયોજીત આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત આંગણવાડી કક્ષાએ આપવામાં આવતી પ્રિ - સ્કૂલ કીટ, પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા કીટનું વિતરણ  તેમજ પોષણ રંગોળીનું નિદર્શેન યોજાયું હતું. 

આ પ્રસંગે નાગોર ગામની કિશોરી દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભુજ -૩ ઘટકની કિશોરીઓ દ્વારા કચ્છ ધરાને યાદ કરતા ગીત પર ગરબો તથા “ઘર ઘર કી કહાની, આંગણવાડી કી જુબાની “ નાટક આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યું.  આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી દશરથ પંડયા દ્વારા ICDSની સેવા યોજનાઓ,  ૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડી કક્ષાએ મેનૂ મુજબ નાસ્તો,  બે દિવસ ફળ, મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતાને ૧૦૦૦ દિવસ સુધી ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ,  ૧ લીટર તેલના મળતા લાભ, પૂર્ણા યોજના,  પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આધારની નોંધણી, પોષણ અભિયાન અંતર્ગત પોષણ ટ્રેકર, નંદઘરની ડેટા એન્ટ્રી (NITA APPLICATION),THR (TAKE HOME RATION)નો લાભ, યોગ્ય વજન ઉંચાઈ, ગૃહમુલાકાત,  આરોગ્ય તપાસ, મંગળ દિવસની ઉજવણી અંગે માહિતી પ્રસ્તૃત કરાઇ હતી. 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પોષણ માહ નિમિતે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના ગામ સુધી મળતા લાભ અંગે ચર્ચા કરી તેમજ પોષણ માહ ઉજવણી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમની પ્રસંશા કરવામાં આવી હતી. તેમણે દરેક કર્મયોગીઓને પોતાની કામગીરી નિષ્ઠાથી કરવા અનુરોધ કર્યો હતો. કુલપતિશ્રી મોહનભાઈ પટેલે વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના સ્વપનને સાકાર કરવામાં આંગણવાડીને સૌથી મહત્વનું પાસુ ગણાવ્યું છે. આજનું બાળકએ આવતી કાલના નાગરિક અને આજની કિશોરીએ આવતી કાલની માતા છે. ત્યારે શાળા કોલેજોમાં બાળકો અને કિશોરીઓને યોગ્ય પોષણ અંગેની માહિતી આપવા યોગ્ય HB અંગે સમજ આપવા માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ભુજ-૩, માધાપર-૩ની કિશોરી કલ્પના અરુણભાઈ સોલંકી દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કક્ષાએ આપવામાં આવતા લાભ, પૂર્ણા શક્તિના પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ, પૂર્ણા કેલેન્ડર મુજબ વિવિધ પ્રવૃતિઓ, IFA ગોળી, શારીરિક સ્વચ્છતા, સ્વ બચાવ, સ્વમાનભેર જીવવું, કાયદા અંગેનું જ્ઞાન વગેરે જ્ઞાન સેટકોમના વીડિયો દ્વારા આપવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. 

૦૦૦૦

Comments