Kutch news : 'વિકાસ સપ્તાહ'ના સુચારું આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Kutch news : 'વિકાસ સપ્તાહ'ના સુચારું આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
આઇકોનિક પ્લેસ શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ માંડવી અને સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે વિકાસ પદયાત્રા યોજાશે
૦૦૦૦
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭થી ૧૫ ઓક્ટોબર સુધી 'વિકાસ સપ્તાહ'ની કરાશે ઉજવણી
૦૦૦૦
૭ ઓક્ટોબર, ૨૦૦૧માં હાલના વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધા હતા
૦૦૦૦
'વિકાસ સપ્તાહ' દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો, યુવા, મહિલા સહિત સમાજના તમામ વર્ગના કલ્યાણ માટેના કાર્યક્રમો યોજાશે
૦૦૦૦
વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તથી નાગરિકોને મળશે જન સુવિધાઓની ભેટ
૦૦૦૦
વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, સોશિયલ મીડિયા ઝુંબેશ, સાફલ્યગાથાઓ, કલા સ્થાપત્ય, એક્સ્પો, વૉલ પેઇન્ટિંગ, વિકાસ રથ, ક્વિઝ વગેરે કાર્યક્રમોનું કરાશે આયોજન
૦૦૦૦
ભુજ, સોમવાર:
આજરોજ જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને 'વિકાસ સપ્તાહ'ના સુચારું આયોજનને લઈને શીર્ષ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઈકોન ટૉક-શૉ યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્યગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારું રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લાકક્ષા સુધીના સુચારું આયોજન ઉપર ભાર મૂકીને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન લોકાર્પણ અને ખાતમૂહુર્તના કામોથી નાગરિકોને લાભાન્વિત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચના આપી હતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ થયો છે ત્યારે વિકાસ સપ્તાહ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા ઉપર નાગરિકો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલ અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકે એવા કાર્યક્રમોનું આયોજન કરાશે. શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ, ભારત વિકાસ પ્રતિજ્ઞા, વૉલ પેઈન્ટિંગ તથા રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ તેમજ રાજ્યના રૂ.૩૫૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણીનું આયોજન કરાયું છે. યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. વિકાસ સપ્તાહના આયોજન અંગેની બેઠકનું સંચાલન નાયબ કલેક્ટરશ્રી મેહુલ દેસાઈએ કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, મહિલા અને બાળ અધિકારીશ્રી અવની દવે, ચીફ ઓફિસરશ્રી જીગર પટેલ, ભુજ શહેરી અને ગ્રામ્ય મામલતદારશ્રી બી.એન.શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય ચૌધરી, સ્મૃતિવન મ્યૂઝિયમના ડિરેક્ટરશ્રી મનોજ પાંડે, શ્રી શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલના પ્રતિનિધિશ્રી ભટનાગર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
Comments
Post a Comment