ઝીઝુંવાડા કિલ્લો - કચ્છનું રણ
આ કિલ્લો ૧૧મી સદીમાં સોલંકી શાસક સિધ્ધરાજ જયસિંહના મંત્રી ઉદા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે બેનમુન પ્રાચીન સ્થાપત્ય છે. આ કિલ્લાનું નિર્માણ વિદેશોથી મંગાવેલા મોટા પથ્થરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે તેમા; ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે. આ કિલ્લા ને ચાર મુખ્ય દરવાજા છે. મદપોલ દરવાજો, રક્ષાપોલ દરવાજો, હરીજન દરવાજો અને ધર્મ દરવાજો તેના મુખ્ય દરવાજા છે. મદપોલનો દરવાજો મરુ ગજ્જર સ્થાપત્ય શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ દરવાજાઓને સુંદર કોતરણી દ્વારા શણગારવામાં આવ્યો છે. તેમાં ગણેશ, ભૈરવ જેવા દૈવી દેવતાની ઉત્તમ કોતરણી કરવામાં આવી છે.
Comments
Post a Comment