Kutch news: પોષણ માસની ઉજવણી અંતર્ગત કચ્છની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

 


Kutch news: પોષણ માસની ઉજવણી અંતર્ગત કચ્છની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

૦૦૦૦

સર્ગભા, ધાત્રી માતા તથા કિશોરીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું 

૦૦૦૦


ભુજ, મંગળવાર 

આઇસીડીએસ વિભાગ અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના ઘટકોની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

ભુજ -૩ ના ધાણેટી સેજાના ચપરેડી ગામની આંગણવાડી કેન્દ્ર -૨ માતાઓને આરોગ્ય વિષયક તથા મુન્દ્રા મુકામે સગર્ભા તેમજ ધાત્રી માતાને ઘરે જઈ બાળકની સારસંભાળ, રસીકરણ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત માતૃશક્તિ પેકેટના ઉપયોગ તથા તેનાથી બનતી વાનગીઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.  

અબડાસા ઘટકમાં કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ભચાઉ ઘટક કચેરી ખાતે પોષણમાસ અંતર્ગત રેલી તેમજ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લખપતના ઝારા કેન્દ્રના અધૂરા માસથી જન્મેલી અતિ કુપોષિત બાળકની ગૃહ મુલાકાત સાથે માતાને કાંગારુ કેર, માતાનું જ દૂધ આપવા સહિત અન્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

રાપરના ત્રંબો ગામમાં બાલિકા પંચાયતની મુલાકાત લઇને કિશોરીઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભુજ ઘટક ૨ ના ઝૂરા 3 માં આંગણવાડી કાર્યકર, લાભાર્થી મહિલાઓ અને કિશોરીઓ દ્વારા પોષણ ધાન્ય રંગોળી, પોષણ ગરબો, પોષણ વાનગી નિદર્શન અને પોષણરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

નખત્રાણા નેત્રા સેજાના ખાંભલા અને મથલ આંગણવાડી કેન્દ્ર ખાતે અતિ કુપોષિત તેમજ મધ્યમ કુપોષિત બાળકોના વાલીઓને બાળકોને નિયમિત બાલશક્તિના પેકેટની વાનગી આપવા વિશે સમજ આપવામાં આવી હતી. અતિ કુપોષિત બાળકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. મથલ આંગણવાડી કેન્દ્રમાં કિશોરીઓ દ્વારા પોષણ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.

Comments