Kutch news : ‘સ્વચ્છતા હી સેવા’ના ભાગરૂપે કચ્છ જિલ્લાના તાલુકાઓમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

 Kutch news : ‘સ્વચ્છતા હી સેવા’ના ભાગરૂપે કચ્છ જિલ્લાના તાલુકાઓમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪


સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સ્થાનિક પદાધિકારીશ્રી, વિદ્યાર્થીઓ સહિત નાગરિકો સહભાગી બન્યા 

ભુજ, ગુરૂવાર 

સમગ્ર માનવજાત અને પૃથ્વીના સમતુલન માટે વૃક્ષોનું મહત્વ અનેરૂ છે. વધતા જતાં તાપમાનથી લઇને અન્ય સમસ્યાઓને કાબુમાં લેવા માટે જંગલનું સ્તર વધારવું ઉચિત છે. ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે આજરોજ સમગ્ર કચ્છમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત દરેક તાલુકામાં શહેર તથા ગ્રામ્યસ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ જિલ્લાના સતાપર, રતનાલ, કિડાણા, ગળપાદર, પાન્ધ્રો સહિતના ગામોમાં સફાઇ કામગીરી સાથે  “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગામોના ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના છાત્રો તથા ગ્રામલોકો  જોડાયા હતા અને ગામના જાહેર સ્થળો નજીક તેમજ વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાનની જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 સમગ્ર કચ્છ જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

#SHSGujarat2024 #SBMRGujarat






Comments