Kutch news: એચ.આઈ.વી.એઈડ્સ અંગે જાગૃતિના હેતુથી કચ્છ યુનિવર્સિટી ખાતે “રેડ રન સ્ટેટ મેરેથોન- ૨૦૨૪” યોજાઇ

 Kutch news: એચ.આઈ.વી.એઈડ્સ અંગે જાગૃતિના હેતુથી કચ્છ યુનિવર્સિટી ખાતે “રેડ રન સ્ટેટ મેરેથોન- ૨૦૨૪” યોજાઇ 


૦૦૦૦

ભુજ ખાતે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા ત્રણ કેટેગેરીમાં 

યોજાયેલી મેરેથોનમાં વિજેતાઓને ઇનામથી પ્રોત્સાહિત કરાયા

૦૦૦૦


ભુજ, શુક્રવાર 

આજ રોજ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિકોમાં ખાસ કરીને યુથમાં એચ.આઈ.વી.એઈડ્સ અંગે જાગૃતિ આવે તે માટે ટી.બી. વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધી ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે ભુજના કચ્છ યુનિવર્સિટી ખાતે “રેડ રન સ્ટેટ મેરેથોન-૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું હતું.  


કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન સર્કલ થઈને કચ્છ યુનિવર્સિટી સુધીના રૂટમાં પુરુષ, સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર એમ ત્રણ કેટેગરીમાં “રેડ રન સ્ટેટ” મેરેથોન યોજાઇ હતી. ત્રણે કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિજેતાને અનુક્રમે રૂ.૧૨000, રૂ.૧0000 અને રૂ. ૮000 ચેક, મેડલ, ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. 


આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, વાઇસ ચાન્સેલરશ્રી ડો. મોહનભાઇ પટેલ, નાયબ  માહિતી નિયામકશ્રી મિતેષભાઇ મોડાસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.ફૂલમાલી, સેક્રેટરી ડાલસા વી. સી. સોલંકી, રજિસ્ટ્રારશ્રી ડૉ. અનિલભાઈ ગોર, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ દેશમુખ, IEC અને GSCBTના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી કેતુલ અમીન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુથ  એન્ડ અફેર્સ શ્રી તુષારભાઈ પરમાર, ડો. કેશવ કુમાર મૌર્ય, ડો. જોબનપુત્રા, ડો. ભાનુશાલી ઠક્કર, ડો. દીપ ઠક્કર, દર્શન રાવલ, વિપુલ દેવમૂરારી, નયનેશ પટેલ, ઈસ્માઈલ સમા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, બાલક્રિષ્ણભાઈ મોતા વગેરે આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, DISHA- DAPCU, ICTC, ART, સમગ્ર, ICSW સંસ્થા, જીવનદીપ સંસ્થા, વી.એન.પટેલ, શ્રી સેવાનિધિ ટ્રસ્ટના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી તથા આયોજનમાં પારલે પ્રાઇવેટ લિમિટેડનો સહયોગ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ડો.મનોજ દવે, જિલ્લા ટી.બી. અને એચ.આઈ.વી.કંટ્રોલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.










Comments