કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે નાગરિકોને એલર્ટ કરાયા

 કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે નાગરિકોને એલર્ટ કરાયા 


ભુજ, બુધવાર 

હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આગામી  દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. ગામે ગામ પોલીસ દ્વારા સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. નાગરિકોને ડેમમાંથી વધુ પાણી છોડવાના સંજોગોમાં નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત રહેવા, જરૂર જણાય તો  સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા તાકીદ કરવામાં આવી રહી છે.



Comments